Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજ્યમાં ડરામણી પકડતો કોરોના : છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 142 કેસ સહીત 20 જિલ્લામાં નવા 262 પોઝિટિવ કેસ :અમદાવાદમાં એક મૃત્યુ

અમદાવાદ કોર્પોરેશનમાં 142 કેસ, મોરબીમાં 18 કેસ,સુરત કોર્પોરેશનમાં 16 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ, વડોદરામાં 10 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ,અમરેલી અને રાજકોટમાં 7 -7 કેસ, મહેસાણામાં 5 કેસ, સુરતમાં 4 કેસ, આણંદ ,ભરૂચ, ગાંધીનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં 3-3 કેસ,બનાસકાંઠા,કચ્છ, નવસારીમાં 2-2 કેસ, અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, જામનગર કોર્પોરેશન ,જૂનાગઢ કોર્પોરેશન,ખેડા, પાટણ પોરબંદર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો :એક્ટિવ કેસ વધીને 1079 થયા: શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા છે, આજે વધુ 146 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,67.290 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, આજે અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મમૃત્યુ થયું છે, મૃત્યુઆંક 11,050 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.04 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 706 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.97.506 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 1079 કેસ છે.જેમાંથી 4  દર્દી વેન્ટિલેટર પર છે જયારે 1075 દર્દીઓ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે નવા  262 કેસ નોંધાયા છે,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 142 કેસ, મોરબીમાં 18 કેસ,સુરત કોર્પોરેશનમાં 16 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ, વડોદરામાં 10 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ,અમરેલી અને રાજકોટમાં 7 -7 કેસ, મહેસાણામાં 5 કેસ, સુરતમાં 4 કેસ, આણંદ ,ભરૂચ, ગાંધીનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં 3-3 કેસ,બનાસકાંઠા,કચ્છ, નવસારીમાં 2-2 કેસ, અમદાવાદ, અરવલ્લી,  ભાવનગર, જામનગર કોર્પોરેશન,જૂનાગઢ કોર્પોરેશન,ખેડા, પાટણ પોરબંદર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:11 pm IST)