Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં લગ્નની લાલચ આપીને મહિલાઓ સાથે શારિરીક સબંધ બાંધીને વિશ્વાસઘાત કરવાના કિસ્સા વધી રહ્યા છે. સરદાનગરમાં રહેતી મહિલાને હાસોલમાં રહેતા યુવકે પ્રથમ લેડીઝ વોશ  વોશરૃમમાં છેડતી કર્યા બાદ કેફી પીણું પીવડાવીને મહિલા સાથે દુષ્કર્મ આચરીને અંગતપળોનો વિડિયો ઉતારીને વિડિયો વાયરલની ધમકી આપી હતી. બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની વિગત એવી છેે કે  સરદરનગર વિસ્તારમાં રહેતી મહિલાએ હાંસોલ વિસ્તારમાં રહેતા મનોજ નામના યુવક સામે ફરિયાદ ચાર વર્ષ પહેલા યુવેકે મહિલાની લેડીઝ વોશરૃમમાં છેડતી કરી હતી બાદમાં કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું, બનાવનો હોબાળો થતાં યુવકે મહિલાને લગ્ન કરવાની ખાતરી આપી હતી. બાદમાં ભાડાના મકાનમાં લઇ જઇને મહિલા સાથે અવાર નવાર શારિરીક સબંધ બાંધ્યો હતો એટલું નહી અંગતપળનો વિડિયો ઉતાર્યો હતો ત્યારબાદ લગ્ન કરવાનો ઇન્કાર કરીને મહિલાને દુષ્કર્મ વખતે ઉતારેલો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે  ગુનો નોંધી પુરાવા એકઠા કરીને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(6:50 pm IST)