Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વડોદરાની અજિત નગર સોસાયટીમાં ચોરીની ઘટનામાં વધારો થતા પોલીસ તંત્ર વધુ સજાગ

વડોદરા:શહેરના અકોટા વિસ્તારમાં આવેલ અજીત નગર સોસાયટીમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ડી માર્ટની બાજુમાં અજીત નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં અગાઉ પાંચ વખત ચોરીની ઘટના બાદ ફરી એક વખત ચોરીની ઘટના ઘટતા સ્થાનિકોમાં સુરક્ષા સામે સવાલો ઉદભવ્યા છે. મકાન નંબર એ 139 માં રહેતા હિલરીરાવ તેમના મકાનનું કલરકામ હાથ ધરતા બાજુમાં આવેલા તેમના 140 નંબરના મકાનમાં સામાન શિફ્ટ કર્યો હતો. આજે વહેલી સવારે પરિવાર ઉપરના માળે સૂતો હતો. અને મકાન માલિક મોર્નિંગ વોક કરી પરત ફરતા દરવાજાનો નકુચો તૂટેલ જણાઈ આવ્યો હતો. અને તપાસ કરતાં ઘરમાંથી રૂ.40 હજાર રોકડા સહિત દાગીનાની ચોરી થયાનું બહાર આવ્યું હતું. આમ, સોસાયટીમાં ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત રહેતા સ્થાનિકોએ પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવ્યા છે.

(6:55 pm IST)