Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વડોદરાના સાવલીમાં મહિલા બુટલેગરે કબાટના ભોંયરામાં છુપાવેલ દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

વડોદરા: સાવલી ટાઉનમાં આવેલ માળી મહોલ્લામાં રહેતી મહિલા બુટલેગર મધુબેન વાસુભાઈ માળીએ પોતાના ઘરમાં દીવાલના કબાટમાં એક ભોયરું બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ દરોડો પાડી મધુબેનના ઘરમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ભોયરામાંથી 446 નંગ દારૂની બોટલો મળતા પોલીસે મધુબેન માળી સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:57 pm IST)