Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક:પાંચ વર્ષીય બાળક પર હુમલો કરતા મૃત્યુ

 

 

 

 

સુરત, : સુરતમાં વધુ એક માસુમ બાળક રખડતા કૂતરાઓએ હુમલો કરી બચકાં ભરતા મોતને ભેટ્યું છે.ભેસ્તાન આરસીએમ પ્લાન્ટમાં આજે બપોરે ટોયલેટ માટે ગયેલા પાંચ વર્ષના બાળક પર ચારથી પાંચ રખડતા કૂતરાઓએ હુમલો કરી બચકાં ભરતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆનો વતની રસુલ પાંડોર પત્ની અને ચાર બાળકો સાથે હાલ ભેસ્તાન આરસીએમ પ્લાન્ટમાં રહી પત્ની સાથે રોડ બનાવવાંનું મજૂરીકામ કરે છે.આજે બપોરે ત્રણ વાગ્યે તે પત્ની સાથે પ્લાન્ટથી એક કિલોમીટર દુર મજૂરીકામ કરતો હતો ત્યારે ઘરે હાજર તેમનો પાંચ વર્ષનો પુત્ર સાહિલ પ્લાન્ટમાં ખુલ્લામાં જ ટોયલેટ માટે ગયો હતો.તે સમયે ત્યાં રખડતા ચારથી પાંચ કૂતરાઓએ તેના ઉપર હુમલો કરી તેને ન=બચકા ભર્યા હતા અને નખ મારતા તેણે બુમાબુમ કરી હતી.આથી ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા અને કુતરાઓને ભગાવી તેના માતાપિતાને જાણ કરી હતી.

(6:58 pm IST)