Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

નડિયાદના વડતાલ ગામે એક સાથે 42 દુકાનોના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

નડિયાદ : નડિયાદ તાલુકાના વડતાલ ખાતે કણજરી રોડ પર અગાઉ ગ્રામ પંચાયત દ્વારા દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. દુકાનો માર્ગ મકાન ખાતાની માજન જમીન પર બનાવવામાં આવતા વિરોધ વંટોળ ઉઠવા પામ્યો હતો. દુકાનોનું દબાણ દૂર કરવા તાલુકા પંચાયત નડિયાદ દ્વારા આપેલ નોટિસના પગલે આજે ગ્રામ પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ દુકાનોનું બાંધકામ તોડી નાખી દબાણ ખુલ્લુ કરવામાં આવ્યું હતું. મળેલ મુજબ નડિયાદ તાલુકાના વડતાલ ખાતે અગાઉની ગ્રામ પંચાયત દ્વારા ૨૦૧૯ માં કણજરી રોડ પર જ્ઞાાનબાગ વિસ્તારમાં ૪૨ જેટલી પાકી દુકાનો બનાવવામાં આવી હતી. દુકાનોને ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ગ્રામ પંચાયતના આકારણી પત્રકમાં દુકાનોની આકારણી પણ ગ્રામ પંચાયતના નામે કરવામાં આવી હતી.   દુકાનોના બાંધકામને લઈ વિરોધ વંટોળ ઊઠવા પામ્યો હતો. દુકાનો બાબતે ઉચ્ચકક્ષાએ ગ્રામ પંચાયતે બનાવેલી દુકાનો તોડી પાડવા રજૂઆત કરી હતી. મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપી દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. જેના પગલે તા.//૨૦૧૯ ના પત્ર થી માર્ગ મકાન વિભાગ, નડિયાદ ગ્રામ પંચાયત દ્વારા રોડની માજનની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કર્યું હોય દુકાનો તોડી પાડી દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતને નોટિસ આપી હતી. આમ છતાં દુકાનોનું બાંધકામ જૈસે થે રહ્યું હતુ જેથી તાલુકા પંચાયત કચેરી નડિયાદ દ્વારા તા.૨૮//૨૩ ના પત્રથી સાત દિવસમાં દુકાનોનું દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત વડતાલને નોટિસ આપવામાં આવી હતી. જેથી ગ્રામ પંચાયત દ્વારા આજે પોલીસ બંદોબસ્ત હેઠળ રોડની માજનમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ ૪૨ જેટલી દુકાનો તોડી નાખી દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું.

(7:01 pm IST)