Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

નર્મદા જિલ્લાના ગડી ગામથી વિદેશી દારૂનો રૂપિયા 1,29,600 નો જથ્થો ઝડપી પાડતી જિલ્લા,LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક સુચનાનાં પગલે કે.ડી.જાટ , ઇન્ચા.પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ બાતમી મુજબ જંતર ગામ ખાતે રહેતા જેસલભાઇ શેગજીભાઇ વસાવાનાઓએ અંગ્રેજી દારૂ લાવી ગડી ગામના ભણાંગ ફળીયામાં રહેતા ગોવિંદભાઇ ફજીયાભાઇ વસાવાના રહેણાંક ઘરમાં સંતાડી રાખેલ છે . જે બાતમીના આધારે એલ.સી.બી.ના બી.જી.વસાવા , પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફે ગડી ગામમાં રહેતા ગોવિંદભાઇ ફજીયાભાઇ વસાવાના રહેણાંક ઘરે રેઇડ કરતા પ્લાસ્ટીકના ક્વાટર કુલ ૨૭ પેટીમાં કુલ પ્લાસ્ટીકના કુલ ક્વાટરીયા જેની કિ.રૂ. ૧,૨૯,૬૦૦ નો મુદ્દામાલ મળી આવતા પ્રોહી મુદ્દામાલ મંગાવનાર જેસલભાઇ શૅગજીભાઇ વસાવા( રહે.જંતર તા.ગરૂડેશ્વર જી.નર્મદા ) તથા મુદામાલ રાખનાર ગોવિંદભાઇ ફજીયાભાઇ વસાવા (રહે.ગડી તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી ગરૂડેશ્વર પો. સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:32 pm IST)