Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સખી વન સ્‍ટોપ ડોર સેન્‍ટરની કાબિલેદાદ પ્રવૃત્તિઓ નિહાળી અમદાવાદના જોઈન્‍ટ પોલીસ કમિશ્નર આફ્રિન

બહેનોની એટુ ઝેડ સમસ્‍યાઓના નિકાલ માટે એડમીનીસ્‍ટેટર મિતલબેન પટેલ ટીમ પાસે રામબાણ ઈલાજઃ અજયકુમાર ચોધરી

રાજકોટ, તા.૨૩:  રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મહિલાઓની વિવિધ પ્રકારે મદદ કરી તેમને સહાયરૂપ બનવા માટે કલેક્‍ટર હેઠળ ચલાવતા વન સ્‍ટોપ  સેન્‍ટરની ખૂબ વિશાળ અને  ખૂબ સુંદર કામગીરીના લોકોમાં ખૂબ વખાણ સાંભળી અમદાવાદના નમૂનેદાર સેન્‍ટરની મુલાકાત અમદાવાદના લોકપ્રિય જોઇન્‍ટ પોલિસ કમિશનર અજયકુમાર ચોધરી દ્વારા મુલાકાત લઈ સેન્‍ટરની મહિલા ઉત્‍કર્ષ માટે ખરા અર્થમાં થતી કામગીરી નિહાળી સેન્‍ટરન એડમીનીસ્‍ટેટર મિતલબેન પટેલ અને તેમની ટીમને અભિનંદન આપ્‍યા હતા.   
 અમદાવાદની સિવિલ હોસ્‍પિટલ સંકુલમાં ચાલતી આ પ્રવળત્તિઓ અંગે મિતલબેન પટેલ દ્વારા જે બહેનો સમસ્‍યા હોવા છતાં કોઇને કોઇ બાબત જણાવી શકતી નથી તેવી બહેનોનો સંસાર ફરી યથાવત રહે, ગેર સમજ દૂર થાય તેમને મારકૂટ થતી હોય તો પોલીસ સુધી તેમની વાત પહોંચાડી અને જરૂર જણાયે પોલીસ મથકમાં એફ.આઈ.આર કરાવવા સુધી મદદ કરવામાં આવે છે, સેન્‍ટરની અને સ્‍ટાફની વિશ્વનીયતાને કારણે સેન્‍ટર પાસે ઘણી વખત એક માસમાં ૪૫થી વધુ ફરિયાદો મળતા તેના નિરાકરણમાં કલેકટર સંદીપ સાંગલા વિગેરેના માર્ગદર્શનથી ઝડપી નિકાલ, બિન વારસી લાશોની અંતિમ વિધિ, વાલી  વારસ શોધવા ,અન્‍ય રાજ્‍યની બહેનો હોય તો તે પ્રકારે વ્‍યવસ્‍થા ગોઠવવી વિગેરે બાબતો નિહાળી અજયકુમાર ચોધરી ખૂબ પ્રસન્‍ન થવા સાથે પોતાની કોઈ મદદની આવશ્‍યકતા હોય ત્‍યારે ગમે તે સમયે ફોન કરવાથી મદદરૂપ બનવા ખાત્રી આપેલ.

 

(11:12 am IST)