Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આપણા વેદો પણ માતા પિતાને દેવ માની તેના પ્રત્યે આદરભાવ પૂજ્યભાવ રાખવાનું કહે છે. ; શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તમામ વસ્તુ બજારમાંથી મળે છે પણ સંસ્કાર બજારમાંથી મળતા નથી, એ તો સંતો પાસેથી મળે છે: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

SGVP ગુરુકુલમાં શિબિરાર્થી 360 વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતાની આરતિ ઉતારી, ચાંદલો કરી, દંડવત પ્રણામ કરી પૂજન કર્યું હતું: શિબિરાર્થી છાત્રોએ પીરામીડ અને યોગાસનો કરી સૌ કોઇ વાલીઓના દિલ જીતી લીધા.

અમદાવાદ તા. ૨૨ નાનપણમાં બાળકોમાં સંસ્કારનું સિંચન થાય, માતા પિતા અને વડિલો પ્રત્યે પૂજય અને આદરભાવ વધે, ભગવાન પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને નિષ્ઠા વધે, તેવા હેતુથી દરવરસે એસજીવીપી ગુરુકુલમાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી બાલ  શિબિર યોજાય છે.
    આ વરસે અમદાવાદ, રાજકોટ, મુંબઇ, વાપી, જુનાગઢ, જામનગર વગેરે સ્થાનોમાંથી ૩૫૦ ઉપરાતં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સપ્તદિન બાલ શિબિરમાં જોડાયા હતા.
    શિબિરાર્થી વિદ્યાર્થીઓને દરરોજ પ્રાતઃ પૂજાપાઠ, યોગાસન, હોર્સ રાઇડીંગ, જુદી જૂદી રમતો, ભગવાન તથા મહાપુરુષોના જીવન ચરિત્રોના પ્રસંગો કહેવામાં આવ્યા હતા.
    આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શા.ભકિતવેદાંતસ્વામી, શા.વેદાન્તસ્વરુપદાસજી સ્વામી એ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવની વિગતથી વાતો કરી હતી.
    સત્સંગ પ્રચારાર્થે ફરતા માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ શિબિરાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
શિબિરાર્થી છાત્રોએ જ્યારે પીરામીડ અને યોગાસનોના દિલધડક કાર્યક્રમો રજુ કર્યા ત્યારે સૌ કોઇ વાલીઓએ તાલીઓના ગડગડાટથી વિદ્યાર્થીઓને વધાવ્યા હતા.
આ પ્રસંગે શિબિરાર્થી નાના બાળકો યજ્ઞ પટેલ, યશ પટેલ, અંશ ઠક્કર અને મયુખ જોષીએ પોતાના શિબિરના અનુભવો વ્યકત કર્યા હતા
શિબિરાર્થી છાત્રોની તમામ વ્યવસ્થા જાળવા બદલ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શા. ભકિતવેદાંતસ્વામી અને શા. વેદાન્તસ્વરુપદાસજી સ્વામીને હાર પહેરાવી સન્માનિત કર્યા હતા અને શિબિરમાં અન્ય વ્યવસ્થા જાળવા બદલ મિલન રાદડીયા, કૃણાલ પટેલ, દર્શિત શેલડીયા, વાસુદેવ શેલડીયા, જૈમિન વીરડીયા, પિયુષ પટેલ, ધ્યાન પટેલ, રુદ્રેશભાઇ, રોહિત નકુમ, ઉત્સવ ગોંડલિયા, સહજ ખૂટ, કર્તવ્ય ગજેરા, નિલ પટેલ વગેરે વિદ્યાર્થીઓને પણ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ફુલની પાંખડીયોથી વધાવ્યા હતા.
-----કનુભગત

 

(2:48 pm IST)