Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બનાસકાંઠાના ડેમ અને તળાવ ભરવા જળઆંદોલનને સમર્થનઃ ગુરૂવારે મહારેલી

પાલનપુરમાં ૮૦૦થી વધુ ખેડૂતોની મહાસભા

અમદાવાદ, તા.૨૩: બનાસાકાંઠાના મુકતેશ્વર ડેમ અને કરમાવાદ તળાવ ભરવાની માંગ સાથે પાલનપુરના વગદા ગામે ૮૦૦થી વધુ ધરતી પુત્રોની બેઠક યોજાઈ હતી.

જેમાં ખેડૂતો બનાસકાંઠાના ડેમ અને તળાવ ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ત્‍યારબાદ આ રાત્રિ બેઠકમાં ખેડૂતોએ આ મામાલે જળઆંદોલનને સમર્થન આપવા માટે સંકલ્‍પ લીધો હતો.

જે બાદ રાત્રિસભા માં નક્કી કરવામાં આવ્‍યું હતું કે, આગામી ૨૬મેના રોજ આદર્શ સ્‍કૂલથી કલેકટર કચેરી સુધી જળઆંદોલનના ભાગરૂપે મહારેલીનું યોજાશે ઉલ્લેખનીય છે કે,બનાસકાંઠામાં  એક મહિનામાં ૧૦ હજારથી વધુ ખેડૂતો સંકલ્‍પ લઈ ચુકયા છે. મહત્‍વનું છે કે, જ્‍યાં સુધી ખેડૂતોની માંગ પુરી નહીં થાય ત્‍યાં સુધી લડત ચાલુ રાખવા ખેડૂતો મક્કમ નિર્ધાર કર્યો છે. આ બાજુ મહેસાણા જિલ્લાના ખેરાલું અને સતલાસણ તાલુકાના ૩૦ ગામના લોકોને પીવાનું અને સિચાઈના પાણીની પળોઝણ છે. આથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્‍યારે ગામના લોકોએ પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચાર સાથે રેલી યોજી વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો. ધરોઈ યોજનાની નજીક આવેલા આ બંને તાલુકાઓમાં લોકો પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે વર્ષોથી મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની એકપણ સમસ્‍યાનું સમાધાન કરવામાં ન આવ્‍યું હોવાની રાવ કરવામાં આવી રહી છે. જેને લઈને હવે ચૂંટણી પહેલા બંને તાલુકાના ૩૦ ગામના લોકો લડી લેવાના મુડમાં છે.

(2:48 pm IST)