Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ધરતી ઉપરનું નાનકડું સ્‍વર્ગ અને સ્‍વપ્નસૃષ્‍ટિ વોટરપાર્ક, રિર્સોટ એન્‍ડવેન્‍ચર પાર્ક

(કેતનખત્રી)અમદાવાદઃ સાબરમતી નદી કિનારે અમદાવાદની આશરે ૪૦ કિ.મી. દુર ગાંધીનગર-મહુડી હાઇવે પર સ્‍વપ્નસૃષ્‍ટિ વોટરપાર્ક, રિસોર્ટ અને એડવેન્‍ચર પાર્ક આવેલો છે. સ્‍વપ્નસૃષ્‍ટિ વોટરપાર્કની અદ્‌ભુત નવી રાઇડો વિશ્વકક્ષાની છે. થંડર વેવપુલમાં વિશ્વમાં સૌથી ઉંચા  છ ટાઇપના સમુદ્રનાં મોજાઓ આવે છે. સ્‍વપ્નસૃષ્‍ટિ વોટરપાર્ક પ્રાકૃતિની ગોદમાં, લીલીછમઆંબાની હરિયાળી વચ્‍ચે, સાબરમતી નદીના મોટા મોટા કોતરો સાથે, ચારે બાજુ પ્રદુશન રહિત સ્‍વચ્‍છ વાતાવરણમાં આવેલ છે. સ્‍વપ્નસૃષ્‍ટિ વોટરપાર્કએ દેશમાં સૌ પ્રથમ વખત અજાયબી બનાવી વિશ્વ વિક્રમ સર્જયો છે. જે ભારતમાં બીજા કોઇ વોટરપાર્કમાં નથી. સ્‍વપ્નસૃષ્‍ટિવોટરપાર્કની પાસે વિશ્વમાં પ્રથમ વખતે અર્બન અને રૂરલ લાઇફસ્‍ટાઇલવાળો સ્‍વપ્નસૃષ્‍ટિ રિસોર્ટ બનાવેલો હોવાનું અને પરિવારજનો સાથે મજા માણવા યાદીમાં જણાવ્‍યું છે.

(3:18 pm IST)