Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

અમીરગઢના ધનપુરામાં યુવતી પર બે હવસખોરોએ દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

અમીરગઢ:અમીરગઢના ધનપૂરા (ઢો )માં એક યુવતી ઉપર બે હવસખોરોએ કુકર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે. જ્યારે પોલીસે બંને આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ધનપુરામાં રહેતી એક ઓગણીસ વર્ષિય  યુવતી સવારના સમયે કુદરતી હાજતે જવા માટે ઘરથી નિકળી હતી.ત્યારે ઘણા સમયથી રાહ જોઈ બેઠેલ બે ઇસમોનો હવસનો કીડો સળવળતા આ યુવતીને આંતરી તેની એકલતાનો લાભ ઉઠાવતા તેને પકડીને નીચે જમીન ઉપર પાડી હતી. ભોગ બનનાર યુવતી કઈ પણ બોલે અને કોઈને મદદ માટે બોલાવે તે પહેલા બંને ઇસમો દ્વારા તેના ઉપર વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બંને ઇસમો ત્યાંથી ભાગી છૂટયા હતા. પીડીતાએ પોતાની વ્યથા પરિવાર સમક્ષ રજુ કરી હતી. બાદમાં  હવસખોરોને સજા અપાવવા માટે પીડીતાએ  અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નરાધમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે કેસની ગંભીરતા લઇઆરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં વિક્રમ તલાજી ઠાકોર  રહે.ધનપૂરાં તા.અમીરગઢ , કિશન  કરશનજી ઠાકોર રહે.જોરાપુરા તા.અમીરગઢ વાળાને પકડી જેલના હવાલે  કર્યા હતા. અને બંને ઇસમોને કોરોના ટેસ્ટ અને મેડિકલ માટેની તજવીજ હાથ ધરી હતી.

(7:09 pm IST)