Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

BAPS સંસ્થાના 30 હજાર બાળકોની વ્યસનમુક્તિ ઝુંબેશ :31મીએ વર્લ્ડ નો ટોબેકો ડે પર રેલી કાઢશે

પ્રમુખ સ્વામી મહારજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે BAPS સ્વામિનારયણ સંસ્થા દ્વારા વ્યસનમુક્તિ અને પાણી વીજળી બચાવો અભિયાન

અમદાવાદ: BAPS સ્વામિનારાણ સંસ્થા દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાના ભુલકાઓ ઘરેઘરે મહોલ્લે મહોલ્લે જઈ વ્યસનમુક્તિ જ્યારે બાળાઓ સોસાયટીઓમાં શેરીઓમાં ફરી લોકોને પર્યાવરણ જતન, પાણી બચવો, વીજળી બચવોનો સંકલ્પ લેવડાવી રહી છે. 8 મેથી શરૂ થયેલું આ અભિયાન 22 મે સુધી ચાલ્યુ હતુ. આગામી 31મી મે, 2022ના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે પર એક ભવ્ય રેલી કાઢવામાં આવશે

પ્રમુખ સ્વામી મહારજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે BAPS સ્વામિનારયણ સંસ્થા દ્વારા વ્યસનમુક્તિ અને પાણી વીજળી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું.

જે અંતર્ગત આ ઝુંબેશના વોલેન્ટીયર પ્રશાંતભાઈ જણાવે છે કે, 15મી ડિસેમ્બર, 2022 થી 13મી જાન્યુઆરી, 2023 સુધી અમદાવાદમાં એક મહિનાના ભવ્ય કાર્યક્રમ દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજની જન્મ શતાબ્દી 100 વર્ષની ઉજવણી કરવામાં આવશે.

જે અંતર્ગત બાલ મંડળ વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં, સંસ્થાના બાલ મંડળના 30,000 બાળ સ્વયંસેવકો, 8,000 જૂથો બનાવીને, એક-થી-એક, વ્યસન-મુક્તિ અભિયાન ચલાવ્યું છે.

ગુજરાત, મહારાષ્ટ્ર મુંબઈ, પુણે, નાસિક, ધુલે, નાગપુર વગેરે દિલ્હી, જલંધર, જયપુર, ઉદયપુર, કોલકાતા, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ વગેરેમાં સંસ્થાની હાજરી હોય ત્યાં ભારતના તમામ શહેરો અને નગરોમાં આ બાળકો લોકોને વ્યસનો છોડવા અને સ્વસ્થ જીવનને અનુસરવા પ્રેરિત કર્યા છે.

આ 15 દિવસની ઝુંબેશ 8મી મે, 2022થી 22મી મે, 2022 સુધી ચાલુ રહી હતી. 31મી મે, 2022ના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે પર એક ભવ્ય રેલી કાઢવામાં આવશે. મહત્વનું છે કે, પ્રમુખ સ્વામી મહારાજ પોતે તેમના સંપર્કમાં આવનાર દરેક નાગરિકને વ્યસનથી દુર રહેવાનો ઉપદેશ આપતા હતાં.

ત્યારે તેમના આ શતાબ્દી મહોત્સવને ધ્યાનમાં રાખી ને સંસ્થાના નાના બાળકોએ લોકોને વ્યસનમુક્તિ અભિયાન સાથે જોડવા અને વ્યસન નહિ કરવાનો સંકલ્પ લેવડાવવાનો આ પ્રયાસ સરાહનીય છે.

(7:23 pm IST)