Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજ્યમાં દારૂનું સેવન કરતી મહિલાઓનું પ્રમાણ ખુબ વધ્યું :ગામડાઓની મહિલાઓની સંખ્યા વધુ

ગુજરાતમાં 0.6 ટકા મહિલાઓ કરે છે દારૂનું સેવન:આંકડો 2015ની સરખામણીમાં ડબલ થયો :નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ-5માં આ મામલે ઘટસ્ફોટ થયો :ડાંગ જિ.માં આવી મહિલાઓનું પ્રમાણ સૌથી વધુ

અમદાવાદ : મહિલાઓમાં પણ દારૂનું સેવન હવે આમ બની ગયું છે,ગુજરાતમાંમ પણ મહિલાઓ નશાની આદી બની રહી છે તેવા ચોંકાવનારા અહેોવાલ સામે આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. મહિલાઓ દારૂ સહિતના અનેક પ્રકારના વ્યસનમાં મોખરે જોવા મળી રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ-5માં આ મામલે  ઘટસ્ફોટ થયો છે,જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે  ગુજરાતમાં 0.6 ટકા મહિલાઓ દારૂનું સેવનન કરી રહી છે,જેે આંકડો 2015ની સરખામણીમાં ડબલ થયો છે. પહેલા એટલે કે 2015માં આ આકડો 0.3 ટકા હતું.

અહેવાલમાં સ્પષ્ટ થયું છે કે રાજ્યના ડાંગ જિલ્લામાં સૈાથી વધુ મહિલાઓ દારૂનું સેવન કરી રહી છે, દારૂનું પરમીટ લેનારની સંખ્યામાં મહિલાઓનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. ગામડાઓમાં દારૂનું સેવન કરતી મહિલાઓનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે

 

(8:49 pm IST)