Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

હાર્દિક પટેલની ભાજપમાં જોડાવવાની અટકળ વચ્ચે ભાજપ મહામંત્રીએ કહ્યું-હાર્દિકે અમારો સંપર્ક નથી કર્યો

પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું - હાલમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાનો પ્રશ્ન નથી. અમે પણ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો નથી.

અમદાવાદ :હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હાર્દિક પટેલ ભાજપમાં જાય છે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. જો હાર્દિક ભાજપમાં જાય અને નરેશભાઈ  પટેલ કોગ્રેસમા જોડાય તો ગુજરાતની રાજનીતિમાં નવા સમિકરણો રચાય શકે તેમ છે. જેમાં આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વેચાઈ શકે છે. પણ હજુ ન તો હાર્દિકે બંધ બાજી ખોલી છે ન નરેશ પટેલે બંને આગામી સપ્તાહ સુધીમાં કઈ વિચારધારા સાથે જોડાશે તેનો ફોડ પાડશે. હાલનો સૌથી વધુ હાર્દિક પટેલ ભાજપમાં જોડાય છે તેવી વાતા દરેક ગામના ચોરે થઈ રહી છે.

ત્યારે ગુજરાત ભાજપના મહામંત્રી હાર્દિક પટેલ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હાર્દિક પટેલે ભાજપનો સંપર્ક કર્યો નથી. એટલે હાલમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાનો પ્રશ્ન નથી. અમે પણ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો નથી. મહત્વનું છે કે ચૂંટણી પહેલાની આ રાજનીતિ છે પડ્યા બોલ ઝીલવાએ અશક્ય વસ્તુ છે. અંદરખાને થતાં સેટિંગને કોઈ પણ પાર્ટી સપૂર્ણ રીતે ઉજાગર કરતી નથી. એક તરફ ખાસ સૂત્રો કહી રહ્યા છે કે હાર્દિક ભાજપમાં જોડાય તેવી શક્યતા 70% છે જ્યારે આપમાં જોડાય તેવી સંભાવના 30% છે ત્યારે અંદરખાને શું ખિચડી રંધાય છે એતો આવનાર સમયમાં ખબર પડશે.

 

(8:54 pm IST)