Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજપીપળા વન વિભાગની ટીમે કાકડવા માંથી રૂપિયા 37000 ની કિંમતના ખેર ના લાકડા ઝડપી પાડ્યા

ટિમ રાઉન્ડમાં હતી એ સમયે બાતમીના આધારે 37 નંગ ખેરના લાકડા મળી આવ્યા, લાકડા ચોર કોતરમાં નાસી છૂટ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ખેરના કિંમતી લાકડાની તસ્કરીની ઘટના અવાર નવાર સામે આવે છે માટે વન વિભાગ ની ટીમે આ માટે સતત સજાગ રહી કડક પેટ્રોલિંગ કરે છે છતાં ક્યારેક તસ્કરો અંજામ આપવા પ્રયાસ જરતા હોય છે,જેમાં તા.21 જૂને રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોનીની સૂચના મુજબ વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમીના આધારે આ ટીમે નાંદોદ તાલુકાના કાકડવા ગામ તરફ તપાસ કરતા ત્યાં 37 નંગ ખેરના કિંમતી લાકડા જેની અંદાજીત કિંમત રૂ.37000 ત્યાંથી મળી આવતા વન વિભાગની ટીમે આ લાકડું કબ્જે કરી લાકડા ચોરોની તપાસ કરતા સ્થળ પર કોઇ મળી આવ્યું ન હતું માટે કોતરનો લાભ લઇ તસ્કરો નાસી છૂટ્યા હોવાનું આરએફઓ જીગ્નેશ સોનીએ જણાવ્યું હતું.

(10:10 pm IST)