Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પોસ્ટલ વિભાગમાં સ્પોર્ટસ કવોટાની ભરતી પૂર્ણ થશે

ખેલાડીઓની રજુઆત સંદર્ભે સાંસદ શકિતસિંહ ગોહિલે સંબંધીત મંત્રાલયને ઢંઢોળ્યું

રાજકોટ તા. ૨૩ : પોસ્ટલ વિભાગ દ્વારા ગત વર્ષે રમત-ગમત કવોટામાં ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ પ્રવર્તમાન કોવિડની સ્થિતિને લઇને પાછળથી આ કાર્યવાહી રદ્દ કરી દેવામાં આવી હતી. આ બારામાં ભાવનગરના ખેલાડીઓની મુદ્દાસરની વ્યાજબી માંગણી સંદર્ભે સાંસદ શ્રી શકિતસિંહની ગોહિલે સંબંધીત મંત્રાલયને યોગ્ય કાર્યવાહી ખેલાડીઓના હિતને ધ્યાને રાખી કરવા પત્ર લખ્યો હતો. જે સંદર્ભે મંત્રાલયે હકારાત્મક અભિગમ અપનાવી ભરતીની પ્રક્રિયાનો પુનઃ પ્રારંભ કરવા જે તે ઓથોરીટીને સુચના આપતા ખેલાડીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.

શ્રી ગોહિલની રજુઆત સંદર્ભે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા ભરતી પ્રક્રિયા ઓકટોબર-૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવા તાકિદ કરવામાં આવી છે. શકિતસિંહ ગોહિલે તેમના ટ્વીટર હેન્ડલ પર આ માહિતી સેર કરી છે.

(3:24 pm IST)