Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

શાળાઓ પુનઃ શરૂ કરવા સરકાર હકારાત્મક મૂડમાં

આગામી ૨ મહિનામાં સ્કુલો ખુલી શકે તેમ છે કે નહિ? રાજય કેબિનેટમાં થઇ ચર્ચા

અમદાવાદ, તા.૨૩: ગુજરાતમાં કોરોનાના દ્યટી રહ્યા છે અને જનજીવન ધીમે-ધીમે સામાન્ય બની રહ્યું છે ત્યારે આગામી નજીકના સમયગાળામાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવી શકે છે. જે અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

તો સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, કોરોના કેસ દ્યટતાં શાળાઓ શરૂ કરવા રાજય સરકાર હકારાત્મક મૂડમાં છે અને આગામી ૨ મહિનામાં જ શાળા કાર્ય શરૂ કરવા અંગે નિર્ણય લેવાઈ છે. તો આજની બેઠકમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવાને ગાઈડલાઈન પણ તૈયાર કરાશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૫ નવા કેસ નોંધાયા છે જયારે ૬૧૨ દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજયનો રિકવરી રેટ ૯૮.૧૫ ટકાએ પહોંચ્યો છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ દર્દીઓના નિધન થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના સતત દ્યટતા કેસના કારણે એકિટવ કેસની સંખ્યા ઘટીને ૫૧૫૯ પર પહોંચી છે જયારે તેમાંથી ૮૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજયમાં કોરોના વાયરસના કારણે કુલ મૃતાંક ૧૦૦૩૭ પર પહોંચ્યો છે.

રાજયમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને લઈને રાજય સરકાર દ્વારા અનેક આર્થિક ગતિવિધીઓને છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના વેપારીઓએ રાત્રી કફર્યૂના સમયમાં ઘટાડો કરવા માટે માગ કરી હતી. વેપારીઓએ જણાવ્યુ કે રાત્રી કફર્યૂના સમયમાં ઘટાડો કરવામાં આવે તો તેમનો ધંધો ફરીથી પૂર્વવ્રત થવામાં રાહત રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી વેપારીઓના ધંધા રોજગારને ભારે અસર થઈ રહી છે.

(4:39 pm IST)