Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગાંધીનગરમાં ચિલોડા નજીક દારૂની હેરાફેરી કરનાર યુવાનને પોલીસે ઝડપી 17 હજારનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસે સર્કલ પાસેથી થેલામાં દારૃની હેરાફેરી કરતાં અમદાવાદ કૃષ્ણનગરના યુવાનને ઝડપી લીધો હતો. જેના થેલામાંથી વિદેશી દારૃની ર૦ બોટલ કબ્જે કરીને ૧૭૪૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દારૃ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે પણ મથામણ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં હાલ પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે અને દારૃની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે. ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સર્કલ પાસેથી એક શખ્સ હાથમાં બે કાપડના થેલા લઈને પસાર થઈ રહયો હતો. પોલીસને યુવાન શંકાસ્પદ લાગતાં તેને ઉભો રાખ્યો હતો અને તેનુ નામ પુછતાં તે યોગેશ રામવિલાસ ગુપ્તા રહે.ડી-૪૩૩ કૃષ્ણનગર સોસાયટી વિભાગ-ઓઢવ અમદાવાદ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના થેલા તપાસતાં અલગ અલગ બ્રાન્ડની ર૦ બોટલ મળી આવી હતી. જેથી દારૃ અને મોબાઈલ મળી ૧૭૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. યુવાન દારૃ કયાંથી લાવ્યો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરી છે. રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસમાં મુસાફર બનીને તેણે દારૃની હેરાફેરી કરી હોવાનું પોલીસ માની રહી છે કેમકે છેલ્લા ઘણા સમયથી ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર પ્રકારે દારૃની હેરાફેરી વધી ગઈ છે.

(5:18 pm IST)