Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વડોદરામાં ફરતા પશુ દવાખાનને થયું એક વર્ષ પૂર્ણ: 39784 પશુઓની કરવામાં આવી નિઃશુલ્ક સેવા

વડોદરા:જિલ્લામા પશુઓની જીવાદોરી સમાન ફરતા પશુ દવાખાનાને (મોબાઈલ વેટરનરી ડીસ્પેન્સરી) એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ દરમ્યાન અબોલ એવા 39784 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હોવાનું પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જૈમિલ દવેએ જણાવ્યું છે.

વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે 17 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા. સેવા શરૂ થયાના માત્ર એક વર્ષ દરમિયાન કુલ 39784 પશુઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં 36966 શિડ્યૂલ દરમિયાન અને કટોકટીમાં 2818 પશુની સારવાર કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકામાં નંદેસરી, સિંધરોટ, પાદરામાં મુવાલ, સરસવણી કરજણમાં કણભા, કરમડી, શિનોરમાં આનંદી, વાણીયાદ, ડભોઇમાં કરનાળી, સીમલીયા,

વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા, સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ અને વરસડા સહિત 17 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે.

જે તે વિસ્તારના પશુ પાલકો અને લોકોમાં ફરતા પશુ દવાખાનાની સેવાઓની જાણકારી વધતી જાય છે તેમ તેમ લોકો પશુ આરોગ્યની રક્ષા માટે સેવાનો લાભ લઈ રહ્યા છે

 

(5:20 pm IST)