Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વડોદરા:દાગીના ચમકાવી આપવાની લાલચ આપી બે ઠગ દસ તોલા દાગીના લઇ ફરાર

વડોદરા: શહેરના દાગીના ચમકાવી આપવાના બહાને બે ઠગ આજવારોડના પરિવારના દશ તોલા વજનના દાગીના લઇને ફરાર થઇ  ગયા હતા.પોલીસ   આજુબાજુના વિસ્તારમાં ફિટ કરેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આજવારોડ બહાર કોલોનીની સામે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા શબીરાબેન અજગરઅલી ભાઇસાહેબ ..૬૩ ઘરકામ કરે છે.ગઇકાલે શબીરાબેન તથા તેમના  પતિ ,દીકરાની પત્ની અને સાસુ ઘરે હતા.તે દરમિયાન સવારે સાડા દશ વાગ્યે બે અજાણ્યા ઠગ તેમના ઘરે આવ્યા હતા.તેમણે અજગરઅલીને સફેદ કાગળના ટુકડામાં સફેદ કલરનો પાવડર આપી કહ્યું  હતું  કે, પાવડરથી તમારા કૂકરની વ્હીસલ ચમકશે.અમે અડધા કલાક પછી પરત આવીએ છીએ.ત્યારબાદ તમારા ચાંદીના દાગીના અને વાસણો પણ ચમકાવી આપીશુ.બપોરે પોણા બાર વાગ્યે બંને ઠગ પરત આવ્યા હતા.તે સમયે અજગરઅલી કામ અર્થે બહાર ગયા હતા.ઘરમાં તેમના પત્ની શબીરાબેન,તેમના માતા અને પૂત્રવધુ ઘરે હતા.બંને ઠગે કહ્યુ હતું કે,લાવો તમારા ચાંદીના દાગીના ચમકાવી આપુ.એક સ્ટીલના ડબામાં પાણી આપો .

(5:22 pm IST)