Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમદાવાદ: વેબસાઈટ પર લગ્નની જાહેરાત પરથી મિત્રતા કેળવી કેનેડા લઇ જવાનું કહી યુવકે 20 લાખની માંગણી કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ:વેબસાઇટ પર લગ્નની જાહેરાત આધારે મિત્રતા કેળવીને દુબઇમાં રહેેતી અમદાવાદની યુવતી સાથે નારોલમાં રહેતા યુવકે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતીની દુબઇની નોકરી છોડાવી અનેે કેનેડા લઇ જવાનું કહીને રૃા. ૨૦ લાખની માંગણી કરી હતી. યુવકે અમેરિકાની સેલેરી સ્લીપ, સહિત વિદેશના બોગસ લેટરો બનાવીને પોતે અમેરિકામાં સારા પગારથી નોકરી કરતો હોવાની વાત ઉપજાવી કાઢી હોવાનો ભાંડો ફૂટતાં મહિલાનેે કાઢી મૂકી હતી. બનાવ અંગે નારોલ પોલીસે પતિ સહિત સાસરીના ચાર સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ, એસ.. ગોહિલના જણાવ્યા મુજબ  ચાંદખેડામાં જનતાનગર પાસે પેબલ બે શ્રધ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા મોનાલીસાબહેન પરમારે ઘોડાસર સ્મૃતિ મંદિર રોડ સામે ચન્દ્રલોક બંગલોઝમાં રહેતા રવિભાઇ જયેશકુમાર પરમાર સહિત પરિવારના ચાર સભ્યો સામે  ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ૨૦૧૯માં દુબઇ ખાતે હતા ત્યારે વેબસાઇટ પર લગ્ન વિષયક જાહેરાત પરથી રવિભાઇને પરિચય થયો હતો, એકબીજાનો બાયોડેટા વાંચીને વાતચીત ચાલુ કરી હતી. જે તે સમયે યુવક પોતે અમેરિકામાં રહેતો હોવાની વાત કરીને સારા પગારથી નોકરી કરતો હોવાની વાત કરી હતી. જે તે સમયે યુવક થોડા સમય માટે અમદાવાદ આવ્યો હતો સમયે ફરિયાદી પણ અમદાવાદ આવી હતી અને હોટલમાં સગાઇકર્યા બાદ લગ્ન કર્યા હતા. ત્યારબાદ ફરિયાદી દુબઇ જતા રહ્યા હતા, પરંતુ ત્રણ મહિના બાદ યુવક એમેરિકા ગયો હતો અને બહાના બતાવતો હતો. જેથી શંકા ગઇ હતી, વોટસએપ અમેરિકામાં બેન્ક માં એચ.આર. મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવતાં ફરિયાદીને વહેમ આવ્યુ હતું, જેથી યુવકને દુબઇ બોલાવ્યો હતો. જ્યાં પાસપોર્ટ જોવાની વાત કરતા તેણે તકરાર કરી હતી. જોકે પાસપોર્ટ ચેક કરતાં તેમાં ટુરિસ્ટ વિઝા હતા પરંતુ વર્ક પરમીટ હતું, યુવકે અમદાવાદ આવીને ફરિયાદીના પરિવારજનોને અમેરિકાની સેલેરી  અને બેન્ક સ્ટેટમેન્ટ , ઇન્કમટેક્ષ પે રીશીપ, અને ન્યુઝીલેન્ડનો વર્ક વિઝાનો લેટર બતાવી વિશ્વાસ કેળવ્યો હતો.

 

(5:25 pm IST)