Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જાહેર રસ્તા પર યુવાનને ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

સુરતમાં બુટલેગર તૌસિફની દાદાગીરી! : સુરતમાં બૂટલેગરોની ધાકને લીધે ભોગ બનનારાને છોડાવવા પણ કોઈ તૈયાર નથી, ડરથી વિરોધ થતો નથી

સુરત,તા.૨૩ : સુરતમાં કાયદાની પરિસ્થિતિ સતત લથડી રહી છે તેવામાં અસામાજિક તતવો સાથે હવે બુટલેગરો પણ બેફામ બન્યા છે. ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં  બુટલેગર સત્તારના દીકરા તૌસિફે પોતાની દાદાગીરી કરી એક યુવાને જાહેરમાં માર માર્યોહતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં  વાયરલ થયો છે. આ બુટલેગરની દાદાગીરી નજીકના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. સુરતનાં લાલગેટ વિસ્તારમાં માથાભારે ઈસમની છપ ધરાવતા અને  બુટલેગર સત્તારનો દીકરો તૌસિફ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતો હોવા છતાં પણ તે કોઈને ગણકારતો નથી અને જે વ્યક્તિ જાહેરમાં તેનો વિરોધ કરે છે, તેમને આ રીતે જાહેરમાં માર મારી ચૂપ કરાવી દે છે. જેથી કરીને કોઈ તેમની સામે વિરોધ કરવાની હિંમત કરતું નથી. તૌસિફ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વોન્ટેડ હોવા છતાંપણ ગતરોજ પોતાના વિસ્તારમાં ગતરોજ એક યુવાને જાહેરમાં માર મારી પોતાની દાદાગીરી કરતા આ બુટલેગરની આ ઘટના નજીકના સીસીએટીવીમાં કેદ થવા પામી હતી. મારામારીનો આ વીડિયો સ્થાનિક લોકોએ સોશલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

         સુરત શહેરની વચ્ચોવચ આવેલા લાલ ગેટ વિસ્તારમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. બુટલેગરોની એવી તો ધાક છે કે, જેને મારી રહ્યો છે તેની વચ્ચે પડીને સમાધાન કરાવવા પણ કોઈ તૈયાર થતું નથી. ત્યારે આ વીડિયોને આધારે પોલીસે કાર્યવાહી તો શરુ કરી છે પણ આ બુટલેગર સામે કડક કાર્યવાહી કરવામાં આવેશે કે પછી તેને વીઆઈપી સવલત આપીને માત્ર ગણતરીના કલાકોમાં છોડી મુકવામાં આવશે તે જોવાનું રહ્યું. નોંધનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદાની બીક લોકોમાં રહી નથી તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અનેકવાર અસામાજિક તત્વો સામાન્ય લોકોને પોતાની દાદાગીરી બતાવીને મારવાની અનેક ઘટનાઓ સામે આવી છે.  ત્બુયારે ચર્ચાએ જોર પકડ્યું છે કે, બુટલેગરો દારૂના ગેરકાયદે વેપારને લઈને પોલીસને મોટી રકમ હપ્તા પેટે આપતા હોવાના દાવાને લઈને સતત દાદાગીરી કરતા હોય છે. બુટલેગરો કાયદાને ઘોળીને પી રહ્યા છે. શહેરના પોલીસ સ્ટેશનો બુટલેગરોને છાવરતા હોવાની શહેરમાં ચર્ચા થતી રહે છે. જે-તે પોલીસ સ્ટેશનના વહીવટદારો બુટલેગરોની સાથે સીધો સંપર્ક રાખે છે. જેથી સ્થાનિક લોકો વિરોધ કરે તો પણ તે પોતાનો દારૂનો ધંધો બંધ કરતો નથી.

(9:14 pm IST)