Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પાટણા ગામના કોતરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો નાશ કરી રૂ.600નો મુદામાલ જપ્ત કરતી આમલેથા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામની સીમના કોતરમાં ચાલતી દેશી દારૂ બનવવાની ભઠ્ઠીઓનો આમલેથા પોલીસે નાશ કરી મુદામાલ જપ્ત કર્યો છે

  મળતી માહિતી મુજબ આમલેથા પોલીસ પ્રોહીબીસનની રેડમાં હતી તે વખતે પાટણા ગામની સીમમાં નર્મદા નદી કિનારે આવેલા કોતરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી બાબતે બાતમી મળતા સંજય કાળુભાઇ વસાવા (રહે.પાટના )ની ભઠ્ઠી પરથી 15 લીટર દેશી દારૂ કિંમત રૂ.300, 100 લીટર ગરમ વોશ જેની કિંમત રૂપિયા 200 તેમજ 100 લીટર ઠંડો બોશ કિંમત રૂ.200 મળી કુલ રૂ.600 નો મુદામાલ જપ્ત કર્યો હતો, રેડ દરમ્યાન સંજય વસાવા સ્થળ પર મળી ન આવતા આમલેથા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(1:05 am IST)