Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સુરત, વલસાડ,નવસારી ,તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી

જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શકયતા

અમદાવાદ : આગામી 24 અને 25 જૂને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત, વલસાડ,નવસારી ,તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર્ના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે અત્યાર સુધી 3 ઈંચની આસપાસ વરસાદ નોંધાવવો જોઈએ પરંતુ અત્યાર સુધી સરેરાશ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

(12:12 am IST)