Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાજ્યના તમામ પવિત્ર યાત્રાધામ હવે સોલારની વીજળીથી વધુ ઝગમગશે: સરકાર 70 ટકા ખર્ચ ઉઠાવશે

સરકાર દ્વારા હવે યાત્રાધામોમાં વધારાની સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કરાયો

ગુજરાતના તમામ પવિત્ર યાત્રાધામ હવે સોલારની વીજળીથી વધુ ઝગમગશે. સરકાર દ્વારા તમામ યાત્રાધામ પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા હવે યાત્રાધામોમાં વધારાની સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

છેલ્લા 3 વર્ષમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 8 મુખ્ય યાત્રાધામ સહિત કુલ 349 સ્થળોએ સોલાર પેનલ સિસ્ટમ મુકવામાં આવી છે. જેના કારણે 300 કરોડ રૂપિયાની વીજળીની બચત થઈ છે. તમામ ધાર્મિક સ્થળોએ મળીને કુલ 3 હજાર 889 કિલોવોટ વીજળી ક્ષમતા સાતે વીજ ઉત્પાદન થઇ રહ્યું છે.

વર્ષ 2018 થી 2021 સુધીમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 283.86 લાખના ખર્ચ કરીને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. જેમાં 70 ટકા ખર્ચ રાજ્ય સરકાર તરફથી પૂરો પાડવામાં આવે છે અને 30 ટકા જેટલો ખર્ચ જે તે યાત્રાધામ મંદિર તરફથી ખર્ચ ઉઠાવવામાં આવે છે.

(12:16 am IST)