Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે 34 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું

૩૪ વર્ષના આરોપી 5 વર્ષીય યુવકે બાળકીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને ઘરમાં બોલાવી પીંખી નાખી

અમદાવાદના : વટવા જીઆઈડીસી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે પાડોશીઓ દુષ્કર્મ આચર્યું. ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો છે.

મળતી માહિતી મુજબ ૩૪ વર્ષના આરોપી 5 વર્ષીય યુવકે બાળકીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને ઘરમાં બોલાવી હતી. જે બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. આ અંગે બાળકીની માતાને જાણ થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બાળકી અને આરોપીને મેડિકલ તપાસ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી એકલવાયું જીવન જીવે છે અને છૂટક મજૂરી કરે છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે આ ઘટના બાદ બાળકીને શરીરમાં ગુપ્ત ભાગે બળતરા થતા માતાએ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ આ સમગ્ર મામલે પતિને જાણ કરી હતી. જેથી ઘટના સંદર્ભે વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં આરોપી સામે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે ઘટના બાદ આરોપી પોતાના ઘરેથી ફરાર થઈ ગયો હોય પોલીસે આરોપીની શોધખોળ કરી તેની ધરપકડ કરી હતી. તેમજ બાળકીને અને આરોપીને મેડિકલ તપાસ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

(12:33 am IST)