Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા બી.એન.વાય.એસ તથા ડી.નેટ તથા પી.જી.ડી.વાય અને અભ્‍યાસક્રમના પરિણામ જાહેર

જામનગર,તા. ૨૩ : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ અભ્‍યાસક્રમના પ્રથમ, સેકન્‍ડ, થર્ડ અને ફાઇનલ વર્ષની પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્‍યા છે. બી.એન.વાય.એસ. ફર્સ્‍ટ ઇયર ૫૩.૮૫% તથા બી.વાય.એન.એલ. સેકન્‍ડ ઇયર ૬૬.૬૭% બી.એન.વાયએસ થર્ડ ઇયર (ન્‍યુ સીલેબસ) પહેલા વર્ષ ૨૦૧૭, ૭૭.૭૮% પછી વર્ષ ૨૦૧૭ ૧૦૦ ટકા બી.એન.વાય.એસ. થર્ડ ઇયર (ઓલ્‍ડ સીલેબસ) ૫૦ ટકા બી.વાય.એન.એસ. ફાઇનલ ઇયર  (ન્‍યુ સીલેબસ) ૧૦૦ ટકા પરિણામ આવેલ છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ અભ્‍યાસક્રમના ડી.નેટ યોગા તથા (આયુ) (એચ.ઇ.) તથા પી.જી.ડી.વાય.એન. પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્‍યા છે. ડીપ્‍લોમાં ઇન નેચરોપથી યોગા (આયુ) (એચ.ઇ.) ૫૦ ટકા તથા પી.જી.ડી.વાય.એન. ૮૦ ટકા પરિણામ આવેલ છે.

(11:52 am IST)