Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અમદાવાદમાં પ્રથમ વખત ડ્રગ્‍સ ટેસ્‍ટિંગ કિટ એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્‍ચે વસાવી : જગન્‍નાથજીની રથયાત્રામા કીટનો કરાશે ઉપયોગ

ડ્રગ્‍સ ટેસ્‍ટિંગ કિટની મદદથી ડ્રગ્‍સનુ સેવન કરતા નશાખોરોને પકડી ડ્રગ્‍સ પેડલર સુધી પહોંચવા પ્રયાસ કરાશે : ફક્‍ત 9 મીનીટમાં જ ખબર પડી જશે કે વ્‍યક્‍તિએ ડ્રગ્‍સ લીધેલ છે કે નહિ

અમદાવાદઃ અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્‍ચે ડ્રગ્‍સ પેડરલોને દબોચવા માટે ડ્રગ્‍સ ટેસ્‍ટિંગ કીટ વસાવી લેવામાં આવી છે. જેનાં મારફત ફક્‍ત 9 મીનીટમાં જ ખબર પડી જશે કે, તે વ્‍યક્‍તિએ નશો કર્યો છે કે નહિ. આ કિટનો ઉપયોગ સૌ પ્રથમ વખત અષાઢી બીજની રથયાત્રામાં વિવિધ સ્‍થળોએ કરવામાં આવશે અને જો કોઇ વ્‍યક્‍તિ ડ્રગ્‍સ લિધેલ જણાશે તો સૌ પ્રથમ તેનુ કાઉન્‍સેલિંગ કરવામાં આવશે અને તે બાદ તેણે ડ્રગ્‍સ ક્‍યાંથી લિધુ તેની તપાસ કરવામાં આવશે.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્ઝ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. જેના આધારે ડ્રગ્ઝ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 9 જ મિનિટમાં ડ્રગઝ લીધું છે કે નહીં અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગ્ઝ લીધું છે તેની માહિતી મેળવી શકાશે. અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્ઝના ટેસ્ટિંગની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસ ઓ જી ક્રાઇમ બ્રાંચને મળી છે. ડ્રગ્ઝ ચકાસણીની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસઓજી ક્રાઈમ ડ્રગ્ઝ ટેસ્ટિંગની કીટ વસાવી હતી. આગામી રથયાત્રામાં ડ્રગ્ઝ કીટ વડે શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી થશે. રથયાત્રા દરમિયાન શાહપુર, દરિયાપુર, ખાનપુર સહિતના વિસ્તારોમાં ટેસ્ટિંગ કરાશે.

અમદાવાદ એસ ઓ જી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્ઝના ટેસ્ટ માટેની કીટ વસાવી લીધી છે. આગામી રથયાત્રામાં ઘણાંખરાં વિસ્તારોમાં આ ડ્રગ્ઝ ટેસ્ટિંગ કીટ વડે ડ્રગ્ઝ લીધેલા હોવાની શંકાના આધારે વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવશે. માત્ર 09 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે, વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં અને બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલમાં મોકલી આપવામાં પણ આવશે. આ કિટના જો કિંમતની વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા 450 છે. એક જ વખત ઉપયોગમાં લઇ શકાય તે મુજબની આ કીટ છે.

અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ આ કીટ દ્વારા ડ્રગ્ઝનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે તાજેતરમાં રથયાત્રાના રૂટ પર પ્રાયોગિક ધોરણે ડ્રગ્ઝ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારબાદ શહેરના ડ્રગ્ઝના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા રોજ શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ ટેસ્ટિંગ કીટ થકી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો લીધેલી હાલતમાં જણાશે તો સૌ પ્રથમ તે વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. ત્યારબાદ ડ્રગ્ઝનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની માહિતી મેળવવા સરળતા રહેશે અને ડ્રગ્ઝ વેચનાર સુધી પહોંચી શકશે.

(5:07 pm IST)