Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અમદાવાદના ૯ યુવાઓની લેહ લદાખની યાદગાર સફર

સફર દરમિયાન તેઓએ ટોટલ ૯૫૦ કિમીની બાઈક રાઈડ કરી : લેહથી લઈ ચાંગલા પાસ તથા ટોપ ઓફ ધ વલ્ડઁ ખરડુંગલા પાસ બાઈક રાઈડ કરીને પહોંચ્યા

આપણે હંમેશા સાંભળ્યુ છે અને અનુભવ્યુ છે કે ગુજરાતીઓ હરવા-ફરવાના તથા ખાવાના ખૂબ શોખીન હોય છે ત્યારે અમદાવાદના ૯ યુવાઓએ લેહ લદાખની યાદગાર સફર કરી હતી.સફર દરમિયાન તેઓએ ટોટલ ૯૫૦ કિમીની બાઈક રાઈડ કરી હતી.જેમાં તેઓ લેહથી લઈ ચાંગલા પાસ તથા ટોપ ઓફ ધ વલ્ડઁ ખરડુંગલા પાસ બાઈક રાઈડ કરીને પહોંચ્યા હતા.

સફર અંગે વાત કરતા ભદ્રેશભાઈ શાહ જણાવે છે કે,લેહ-લદાખ ફરવા માટેની એક અલગ જ મજા છે.લેહની આ ટ્રીપ બીજી વખતની છે જે બાઈક રાઈડ કરવા માટે જ કરવામાં આવી હતી.ટોટલ ૯૫૦ કિમીની રાઈડ ૭ દિવસમાં કરવામાં આવી હતી.આ ટ્રીપમાં સૌથી સુંદર અને રમણીય જગ્યા જે સુમુર અને હોટ સ્પ્રિંગ વેલી હતી.લેહ લદાખ જનાર સૌ કોઈએ આ જગ્યા પર અચુક જવું જોઈએ.

(5:22 pm IST)