Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

છાપીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાજસ્થાનથી પશુઆહાર ભરીને જતા કન્ટેનરમાંથી પોલીસે 35 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

છાપી: સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા મંગળવારે રાજસ્થાનથી અમદાવાદ પશુઆહાર ભરીને જતા કન્ટેનરમાંથી વિદેશદારૃનો રૃ.૩૫ લાખનો જથ્થો ઝડપી લઈ કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે છાપી હાઇવે ઉપર થી પસાર થઈ રહેલ એક કન્ટેનર માં પશુઆહાર ની આડ માં ગુપ્ત ખાના માં છુપાવેલો વિદેશી દારૃ રૃ. ૧૬, ૭૭ ,૩૦૦ ની બોટલ નંગ ૪૫૬૮ તેમજ મોબાઈલ નંગ એક વાહન સહિત રૃ. ૩૫, ૮૦ , ૪૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક ઘેવરચંદ બીશ્નોઈ ને ઝડપી પાડી દારૃ મોકલનાર સોહનરામ , પ્રકાશ ઉર્ફે પુખરાજ બીશ્નોઈ તેમજ દારૃ મંગવનાર પ્રતાપસિંહ વાઘેલા ને વોન્ટેડ બતાવી છાપી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.

(7:06 pm IST)