Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કેવડીયા ખાતે યોજાશે દેશની પ્રથમ યુવા બાબતો અને રમતગમતની ‘નેશનલ કોન્ફરન્સ’

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ રહેશે હાજર: આ સમ્મેલન ગુજરાતની ધરતી પર યોજાવું એ ગૌરવની બાબત : ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ : ગુજરાતમાં રમતગમત ક્ષેત્ર માત્ર અભ્યાસનો વિષય ન બની રહેતા કારકિર્દીનું માધ્યમ બની રહ્યું છે તેમ ગુરહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું

યુવા બાબતો અને રમતગમત માટે પ્રયત્નશીલ તમામ મંત્રીઓ અને અધિકારીઓનું ગુજરાતની ધરતી પર ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું હતું .
તારીખ ૨૪ અને ૨૫ ના રોજ ગુજરાતના કેવડીયા ખાતે બે દિવસીય યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌ પ્રથમ ‘નેશનલ કોન્ફરન્સ’ યોજાવા જઈ રહી છે. જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ રહેશે હાજર રહેશે. ૨ દિવસીય કોન્ફરન્સમાં સ્પોર્ટ્સ અને યુવા બાબતોને લગતા અલગ અલગ વિષયો પર વક્તવ્યો અને પ્રેઝન્ટેશન્સ રજુ કરવામાં આવશે. દેશના વડાપ્રધાન મોદીએ દેશને ખેલ રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જોયુ છે એ દિશામાં આ કોન્ફરન્સ એક માઈલ સ્ટોન સાબિત થશે. રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી  હર્ષ સંઘવી એ આ કોન્ફરન્સ ગુજરાતમાં યુજાતી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં સ્પોર્ટ્સ હવે માત્ર અભ્યાસનો વિષય ન બની રહેતા યુવાનોમાં કારકિર્દીનું નવું માધ્યમ બની રહ્યું છે તેવું હર્ષ સંઘવી એ જણાવ્યું હતું. નવી સ્પોર્ટ્સ પોલીસી, ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ, હાઈ પરફોર્માન્સ સેન્ટર્સ અને ખાસ કરીને ખેલ મહાકુંભ દ્વારા ગુજરાત રમતગમત ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યું છે. ખેલ મહાકુંભના માધ્યમથી આગળ આવી ભાવીના પટેલ, હર્મિત દેસાઈ, સરિતા ગાયકવાડ વગેરે આજે ગુજરાતા જ નહિ પરંતુ દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કરી રહ્યા છે. ખેલાડીઓને યોગ્ય ટ્રેનીંગ મળી રહે, યોગ્ય ન્યુટ્ર્રીશન વાળું ભોજન અને તાલીમ માટે શ્રેષ્ઠ સાધનો પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તેવું હર્ષ સંઘવી એ જણાવ્યું હતું. વિવિધ રાજ્યોમાં વિવિધ યોજનાઓ દ્વારા અને પોલીસીઝ દ્વારા રમતગમતને આધુનિક અને વિશ્વ કક્ષાએ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ કોન્ફરન્સમાં વિચારોના આદન – પ્રદાન દ્વારા યુવાનો માટે અને ખાસ કરીને રમતગમત ક્ષેત્ર માટે કંઈક નવું અને વિષેશ કાર્ય થશે તે નિશ્ચિત છે.
વિવિધ રાજ્યોના લગભગ ૨૦ જેટલા મંત્રીઓ અને ૪૦ જેટલા સચિવ કક્ષાના અધિકારીઓ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. ૨ દિવસ દરમ્યાન ખેલ ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરીંગ અને પાયાની સુવિધાઓ બાબત, ખેલો ઈન્ડીયા રમતોત્સવના આયોજન, રમતગમત ક્ષેત્રના આગામી આયોજનો અને રોડ મેપ અને યુવા બાબતોની બાબતોમાં સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે પણ ચર્ચા થશે. દરેક રાજ્યો દ્વારા કોઈ ને કોઈ સ્કિમ અને યોજના થકી રમતગમતને પ્રોત્સાહન આપવાનું કાર્ય થતું હોય છે તે સૌ પોતાના વિચારો એકબીજા સાથે વહેંચે અને તેના દ્વારા દેશના રમતગમત બાબતોનો વિકાસ થાય તે હેતુ છે. રાષ્ટ્રીય સ્તર પર ખેલ ક્ષેત્રમાં ભારત વિશ્વને તાકાત દેખાડી રહી છે. ભારતના ખેલાડીઓ આંતર રાષ્ટ્રીય ચેમ્પિઅનશીપ હોય કે ઓલિમ્પીક અને પેરા-ઓલિમ્પીક તમામમાં મેડલ્સ મેળવી રહ્યા છે. દેશભરમાં હવે ખેલાડીઓને મળતી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરોમાં પણ સુધારો આવ્યો છે. આ પ્રકારની કોન્ફરન્સ દ્વારા આગામી દિવસોમાં ટીમ ઈન્ડીયા વિશ્વ કક્ષાએ સ્પોર્ટીંગ નેશન તરીકે ઉભરી આવે તેના માટે યોગ્ય પગલાં લેવાશે. અને ભારતમાં ખેલ ક્ષેત્રના વિકાસ માટે સૌ રાજ્યો સાથે મળીને પ્રયાસ કરશે તેવો સંદેશ આ કોન્ફરન્સ દ્વારા મળી રહ્યો છે.

(8:14 pm IST)