Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલ 77માં વર્ષમાં પ્રવેશ કરતા ગાયત્રી યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ની જાણીતી નવદુર્ગા હાઈસ્કૂલ ૭૭માં વર્ષમાં પ્રવેશ કરી રહી હોવાથી શાળા સંચાલકો દ્વારા આ સંદર્ભે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
 રાજપીપલા એજ્યુકેશન ટ્રસ્ટ , રાજપીપલા સંચાલિત શ્રી નવદુર્ગા હાઈસ્કૂલમાં સ્થાપના ના 77 મા વર્ષમા પ્રવેશ કરી રહ્યું છે . આ ગૌરવપૂર્ણ દીવસ ચિરંજીવ બનાવવા શાળામાં ' ગાયત્રી યજ્ઞ ' અને ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં તારીખ ૨૪ જૂન નાં દિવસે સમય : - 8 થી 10:30 ગાયત્રી યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પ : 10:30 થી 1:00 રાખવામાં આવ્યો છે.

(10:11 pm IST)