Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

દસ વર્ષથી રાજપીપળા પો.સ્ટે.નાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પોલીસ અધિક્ષક,નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના મુજબ રાજપીપલા પો.સ્ટે.ના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતો ફરતો જયેશભાઇ ઉર્ફે જયસુખ ઉર્ફે બોબી રૂમાભાઇ વસાવા(રહે . ચીતપુર , આમલી ફળીયુ , તા.ઉચ્છલ જી.તાપી)નાનો નાસતો ફરતો હોય જેને એ.એમ.પટેલ , પો.ઇન્સ.એલ.સી.બી.નાઓને ટેક્નીકલ તેમજ ખાનગી બાતમીદાર મારફતે બાતમી મેળવતા એલ.સી.બી. ટીમના બી.જી.વસાવા,પો.સ.ઇ. તથા સ્ટાફને ઉચ્છલ ખાતે મોકલી આરોપીને ઝડપી પાડી રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

(10:19 pm IST)