Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

વડોદરા :મોબાઈલમાં મગ્ન યુવકને સિટીબસે ટક્કર મારતા કમકમાટીભર્યું મોત : બસ ચાલકની ધરપકડ

મોબાઈલમાં વ્યસ્થ યુવકને સિટી બસનો સહેજ પણ અણસાર ન્હોતો :અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક યુવક મોબાઈલમાં મગ્ન રહીને રોડ ક્રોસ કરવા જાય છે. ત્યારે સીટી બસની અડફેટે ચડી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળાં ઉમટ્યાં હતા. જ્યારે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસે બસ ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી હતી. જ્યારે બીજી તરફ સિટી બસના સંચાલકો દ્વારા બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સિટી બસ સાથે યુવકના અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

વડોદારમાં બનેલી આ ઘટના એક ચેતવણીરૂપ ઘટના કહી શકાય. મોબાઈલમાં વ્યસ્ત યુવકને સિટી બસે અડફેટે લેવાની ઘટના નજીક આવેલી હોસ્પિટલના ગેટ ઉપર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માતનો આ વીડિયો જોઈને ભલભલાના રૂંવાડા ઊભા થઈ જાય.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છેકે રોડની એક બાજુથી એક યુવકના હાથમાં મોબાઈલ છે અને યુવકનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલમાં હોય એવું દેખાઈ રહ્યું છે. મોબાઈલમાં વ્યસ્થ યુવકને સહેજ પણ અણસાર ન્હોતો કે સિટી બસ આવી રહી છે. આ જેવો તે રસ્તા વચ્ચે પહોંચે છે ત્યાં સિટી બસે તેને અડફેટે લીધો હતો

રોડ ક્રોસ કરતા યુવકને સિટી બસ ચાલકે અડફેટે લીધો હતો. યુવક થોડા અંતર સુધી સિટી બસ સાથે જ ઘસડાયો હતો અને ત્યારબાદ ઊંધો પડી ગયો હતો. જ્યાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને નજરે જોનારા લોકો થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા

ટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને મરનાર અંગે તપાસ કરતા આ વ્યક્તિનું નામ સચિન બ્રિજેશભાઇ કશ્યપ જે મૂળ ધરમપુર, ઉત્તરપ્રદેશનો રહેવાસીનો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત સચિનભાઇ કશ્યપ ધીરજ હોસ્પિટલમાં આવ્યો હતો અને હોસ્પિટલમાંથી નીકળીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે વાઘોડિયાથી વડોદરા તરફ પુરપાટ જતી સિટી બસની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું

વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે સિટી બસ ચાલક હિરાભાઇ બારીયા સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ સીટી બસના સંચાલકો દ્વારા બસ ચાલક હિરાભાઇ બારીયાને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

(11:37 pm IST)