Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અમદાવાદ: ખોટી ફાર્માસિસ્ટથી લાયસન્સ લેવા માટેનો પ્રયાસ : 14 વિદ્યાર્થીઓ દ્વારા નકલી માર્કશીટ રજૂ કરાઈ

ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરતા ભાંડો ફૂટ્યો : ડુપ્લીકેટ માર્કશીટ રાજસ્થાન, મધ્યપ્રદેશથી લાવવામાં આવી

 

અમદાવાદ :ફાર્માસિસ્ટના લાયસન્સ માટે ખોટી માર્કશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં 14 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ડુપ્લીકેટ માર્કશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં ખોટી રીતે ફાર્માસિસ્ટના લાયસન્સ લેવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં ડુપ્લીકેટ માર્કશીટ રજૂ કરવામાં આવી છે

  ધો.12 માર્કશીટ સહીત અન્ય ડોક્યુમેન્ટ પણ ડુપ્લીકેટ રજૂ કરાયા છે. ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરતા મામલો સામે આવ્યો છે. ડુપ્લીકેટ માર્કશીટ રાજસ્થાન, મધ્યપ્રદેશથી લાવવામાં આવી છે. ડુપ્લીકેટ માર્કશીટ રજૂ કરનાર સામે ફાર્મસી કાઉન્સિલ કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓ સામે ફાર્મસી કાઉન્સિલ ફરિયાદ દાખલ કરશે.

(12:34 am IST)