Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કર્ણાટકમાં ગુજરાતી હસ્તકલાની બોલબાલાઃ મૈસુરમાં સરકાર દ્વારા પ્રદર્શન - વેંચાણ

રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરેના કસબીઓ પહોંચ્યા

ગુજરાત સરકારના ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા કર્ણાટકના મૈસુર શહેરમાં યોજાયેલ હસ્તકલા પ્રદર્શન અને વેંચાણનું ઉદ્ઘાટન ત્યાંના ડે.કમિશનર ડો. બગાદી ગૌતમના હસ્તે કરાયેલ તે પ્રસંગની તસ્વીરમાં સંસ્થાના કાર્યવાહક નિયામક અધિક કલેકટર ડી.એમ.શુકલ, મેનેજર આર.આર.જાદવ, માર્કેટીંગ મેનેજર ડો. સ્નેહલ મકવાણા વગેરે ઉપસ્થિત છે. જે.એસ.એસ.ના પ્રમુખ શિવરાત્રી દેસીકેન્દ્ર મહાસ્વામીજીએ આયોજક ટીમને શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટ તા. ૨૩ : મૈસુર-કર્ણાટકમાં ગુજરાતી હાથશાળ-હસ્તકલાના કલા-કારીગરોને માર્કેટિંગ પ્લેટફોર્મ માટે 'ગુજરાત હેન્ડીક્રાફટસ ઉત્સવ'નુ પ્રદર્શન-સહ-વેચાણનુ તા.૧૮ થી તા.૨૫ જુલાઇ સુધી ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા યોજેલ છે.

ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્તકલાનાં કારીગરોને રાજયના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્ય રાજયોમાં માર્કેટિંગ પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

મૈસુર-કર્ણાટકમાં જે.એસ.એસ. મૈસુર અર્બન હાટ ખાતે ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા વર્ષ ૨૦૧૬ થી સતત સતત છઠ્ઠા વર્ષે પણ ઙ્કગુજરાત હન્ડીક્રાફટસ ઉત્સવઙ્ખ થકી ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાતનાં કચ્છ, સાંબરકાંઠા, ભાવનગર, સુરત, અમરેલી, બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ મળી ૫૦ જેટલા કલા-કસબીઓ દ્વારા કચ્છી શાલ- એમ્બ્રોઇડરી - અજરખ બ્લોક પ્રિન્ટ -બાંધણી, મોતીકામ, ભરતકામ, ઉનના દોરાની બનાવટ, ચણીયા-ચોળી, ચર્મકામ તથા ગૃહ સુશોભનની હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ૬-એવોર્ડી કારીગરો સહીત શ્રેષ્ઠ કલા-કારીગરો લાઈવ ડેમોસ્ટેશન તથા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ઉત્સવનુ ઉદ્દઘાટન મૈસુર, ડેપ્યુટી કમિશ્નર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ર્ડા.બગાદી ગૌતમ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ ખાસ પ્રસંગે ઈન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક ડી.એમ. શુકલ તથા જે.એસ.એસ.ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉત્સવની સફળતા માટે જે.એસ.એસ.ના પ્રમુખ શ્રી શીવરાત્રી દેસીકેન્દ્ર મહાસ્વામીજી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવેલ છે.

મૈસુરની કલા-રસિક જનતા ગુજરાતી હસ્તકલાને આવકારે છે અને મૈસુરમાં જેની બોલબાલા છે. આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં મૈસુરવાસીઓ ઉપસ્થિત રહી ગુજરાતના કલા-કસબીઓને પ્રોત્સાહિત કરેલ.

મૈસુર હાટ ખાતેનુ સમગ્ર આયોજન ઈન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક ડી. એમ. શુકલ ઞ્ખ્લ્ ના માર્ગદર્શન હેઠળ મેનેજર(વર્ગ-૧) આર.આર. જાદવ દ્વારા આયોજન અને સંકલન કરેલ છે. મૈસુરમાં જેનુ સંચાલન મેનેજર(માર્કેટીંગ) ર્ડા.સ્નેહલ મકવાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(11:37 am IST)