Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

એક માસ પહેલા ગુમ થયેલ બાળકીની લાશ સાબરમતી નદીમાંથી મળી આવી

તાંત્રિકવિધી કરી લાશ નદીમાં ફેંકી દેવાયાની આશંકાઃ પોલીસ તપાસ

અમદાવાદઃ શહેરના સરદારબ્રિજ નીચે આવેલા ખુલ્લા ઘાસમાંથી આશરે એક મહિનાની માસૂમ બાળકીની લાશ ગઈકાલે સવારે મળી આવી હતી. આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે માસૂમ બાળકીના શરીર પર કોઈ ઇજા કે અન્ય કોઈ નિશાન નથી જેથી મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આસપાસના સીસીટીવીના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. બાળકીની લાશ નદીમાંથી મળી હતી લોકોએ પોલીસ આવે તે પહેલાં બહાર કાઢી લીધી હતી.

અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા સરદારબ્રિજ નીચે આવેલા ખુલ્લા ઘાસમાં એક બાળકીની લાશ મળી હોવાના ગુરુવાર સવારના મેસેજ આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા બાળકીએ સફેદ કલરનું ફ્રોક પહેર્યું હતું. તેને ડાયપર પહેરેલું દેખાય છે. તેને કપાળ પર એક કાળા કલરનો મોટો ચાંલ્લો કરેલો છે. આંખોમાં પણ કાળા નિશાન અથવા મેસ લગાવેલી હોવાનું દેખાય છે હાથમાં કોઈ કાળો મોજો બાંધેલો છે તેવામાં પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી અકસ્માત મોતનો ગુનો રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે દાખલ કર્યો છે.

બાળકીને કાળો મોટો ચાંલ્લો કર્યો છે અને તેને ડાબા હાથ પર મોજો લગાવેલો હતી જોકે તાંત્રીક વિધિ કરી નદીમાં ફેંકી દેવાઈ હોવાની આસપાસના લોકોમાં ચર્ચા હતી જેથી પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.

(2:56 pm IST)