Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે બે ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:વચ્ચે પડેલ માતાને પુત્રએ લાકડી મારતા કમકમાટીભર્યું મોત

મેઘરજ:તાલુકાના ભેમાપુર ગામે બે ભાઇઓ લડાઇ કરી રહ્યા હતો. બંને ભાઇઓને છોડાવવા તેમની ૬૦ વર્ષીય વૃદ્ધ માતા વચ્ચે પડતાં પુત્રએ માતાને હાથના ભાગે લાકડી મારી હતી.  જેની સારવાર કરાવી ઘરે લાવતાં માતાનું મોત થતાં નિપજતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે ગઇ તા.૧૮/૭/૨૦૨૧ ના રોજ સાંજના પાચેક વાગ્યાના અરસામાં પ્રતાપભાઇ રૂપાભાઇ કટારા અને ભરતભાઇ રૂપાભાઇ કટારા ઝઘડતા હતા. બંને પુત્રનો છોડાવા તેમના માતા મોંઘીબહેન વચ્ચે પડયાં હતા અને કહ્યું હતું કે  ઘરમા શું કામ ઝગડો કરો છો અને ભાઇઓ શાંન્તીથી કેમ રહેતા નથી. તેમ કહેતા પુત્ર પ્રતાપે છોડાવવા માટે વચ્ચે પડતા માતા મોઘીબહેનને ડાબા હાથ ઉપર લાકડી મારી હતી અને સારવાર માટે પુત્ર ભરત  રીક્ષામા લઇને સારવાર કરાવવા માટે મેઘરજ સરકારી દવાખાને લાવેલા અને સારવાર કરાવી ઘરે પરત લઇ આવ્યાં હતા.

ત્યાર બાદ ૨૦મી અને ૨૧મીના રોજ મોંઘીબહેનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા. દરમિયાન આજે સવારે ૧૧ વગ્યે મોત નિપજ્યું હતું. આ મામલે મૃતક મોંઘીબહેનના ભાઇ અમૃત વાઘાએ પોલીસને જાણ કરતા પોલીસે પીએમ કરાવી વધું તપાસ હાથ ધર છે.

 

(5:07 pm IST)