Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરતના ગોડાદરામાં વેપારીના ઘરને નિશાન બનાવી ડુપ્લીકેટ ચાવીથી તસ્કરોએ તિજોરી ખોલી 3 લાખની તસ્કરી કરી

સુરત: શહેરના ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા કરીયાણાના વેપારી અને પરિવારજનો ગત બપોર પછી દુકાને હાજર હતા ત્યારે તસ્કરો ઘરનું તાળું ડુપ્લીકેટ ચાવીથી ખોલી તિજોરી-કબાટમાંથી રોકડા રૂ.3.04 લાખ અને રૂ.4.55 લાખના દાગીના મળી કુલ રૂ.7.59 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઉપરાંત, માત્ર ચાર દિવસ અગાઉ જ પહેલા માળે ભાડે રહેવા આવેલા ભાડુઆત અને બીજા માળે બે વર્ષથી ભાડે રહેતા ભાડુઆત અને તેમના પરિવારની પુછપરછ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને સુરતમાં છેલ્લા 12 વર્ષથી પત્ની નર્મદા ( ઉ.વ.42 ), પુત્ર દિપક ( ઉ.વ.24), નાના પુત્ર પપ્પુ ( ઉ.વ.22 ) અને પુત્રી અમિષા ( ઉ.વ.19 ) સાથે રહેતા 53 વર્ષીય સંતોષભાઈ સુબુધ્ધિ લીંકા ઉમરવાડા ન્યુ બોમ્બે માર્કેટની સામે રાજીવનગરમાં જય બજરંગ બલી નામે કરીયાણાની દુકાન ધરાવે છે. નિત્યક્રમ મુજબ સંતોષભાઈ ગત સવારે 6 વાગ્યે દુકાને ગયા હતા. જયારે દિપક ઉધના ખાતે નોકરીએ ગયો હતો. પપ્પુ સવારે 10 વાગ્યે દુકાને આવ્યા બાદ બપોરે પત્ની નર્મદાબેન 12 વાગ્યે ટિફિન લઈને પુત્રી સાથે આવતા સંતોષભાઈ જમીને પુત્રી સાથે અઠવાલાઈન્સની વનિતા વિશ્રામ કોલેજમાં તેની એસવાયબીકોમની ફી ભરવા ગયા હતા.ફી ભરીને તે દુકાને આવ્યા અને પરિવાર ત્યાં જ હાજર હતો.

(5:13 pm IST)