Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જોધપુર ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર મલ્લિકને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

પંચમહાલ:જિલ્લાના શહેરા તાલુકાના જોધપુર ગામે એક ખેતરમાં ગાંજાનું વાવેતર કરતા ખેતર માલિકને પોલીસે ઝડપી પાડી રૃા.૬.૫૯ લાખ કિંમતના ગાંજાના ૩૫ છોડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરા તાલુકાના શેખપુર ગામ પાસે આવેલા જોધપુર ગામે કટારા ફળિયામાં રહેતો રમેશ અમલાભાઇ ખાંટે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું છે તેવી માહિતીના આધારે પંચમહાલ એસઓજીના સ્ટાફે દરોડો પાડી તપાસ કરતા રમેશ ખાંટ તેના ઘેર મળ્યો હતો. બાદમાં તેના ઘરની સામે ખેતરમાં તપાસ કરતા ગાંજાનું વાવેતર કર્યું હોવાનું જણાયું હતું.

ખેતરમાં મકાઇના ઉભા પાકની વચ્ચે ગાંજાના ૩૫ છોડનું વાવેતર કર્યું  હોવાનું  જણાતા પોલીસે રૃા.૬.૫૭ લાખ કિંમતના છોડ કબજે કરી રમેશ ખાંટની અટકાયત કરી હતી. આશરે ૬૫.૯૭ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરાતું હતું તેમજ તેને લઇ જનાર કોણ છે તે અંગે પોલીસે રમેશની વધુ પૂછપરછ હાથ ધરી છે. અગાઉ શહેરા તાલુકાના ખોજલવાસા દલવાડા મીઠાલી જેવા ગામોમાં માથી છેલ્લા એક વર્ષની અંદર ગાઝાની ખેતી ઝડપાઇ હતી.

(5:15 pm IST)