Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

વડોદરાના રણોલી વિસ્તારમાં યુવકે લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ગુનો દાખલ

વડોદરાઃ શહેરનારણોલી વિસ્તારના એક યુવકે તેર વર્ષીય સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સગીરાના શ્રમજીવી પિતાએ કહ્યું છે કે, તા.૧૮મીએ સાંજે મારી પુત્રી ઘેર નહીં હોવાથી તેની તપાસ કરતાં તેની બહેનપણીએ પૂનમ નામના યુવક સાથે મારી પુત્રીને જોઇ હોવાનું કહ્યું હતું.પૂનમને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો જેથી તેના પરિવારજનોને વાત કરી હતી.

તા.૨૦મી એ પૂનમ મારી પુત્રીને મારે ઘેર મૂકી ગયો હતો.મારી પુત્રીને પૂછતાં પૂનમે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.આ અંગે જવાહરનગર પોલીસે પૂનમ ઉર્ફે પૂનિયો રાજુ ઠાકોર( રણોલી,ખોડિયાર નગર સામે ખેતરમાં) વિરૃધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

        

(5:16 pm IST)