Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની શુભેચ્છા મુલાકાત કરતા બિહારના IT મંત્રી જીવેશ મિશ્રા

શ્રી મિશ્રાએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘સીએમ ડેશબોર્ડ’ની મુલાકાત કરીને કામગીરીને પ્રત્યક્ષ નિહાળી ખૂબ પ્રભાવિત થયા

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે બિહારના IT મંત્રી શ્રી જીવેશ મિશ્રા શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ સ્મૃતિ રૂપે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની પ્રતિકૃતિ ભેટ આપીને મંત્રી શ્રી જીવેશ મિશ્રાનું સ્વાગત કર્યું હતું. જ્યારે મંત્રી શ્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રીશ્રીનું બિહારની પરંપરાગત શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.

IT મંત્રી શ્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘સીએમ ડેશબોર્ડ’ની મુલાકાત કરીને કામગીરીને પ્રત્યક્ષ નિહાળી હતી અને ખૂબ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:57 pm IST)