Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૩૬ પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 61 દર્દીઓ સ્વસ્થ થયા : આજે પણ એકપણ દર્દીનું મૃત્યુ નહીં : કુલ મૃત્યુઆંક 10,076 : કુલ ૮,૧૪,૨૨૩ લોકોએ કોરોનાને હરાવ્યો : આજે રાજ્યમાં ૩,૫૫,૯૫૩ લોકોનું રસીકરણ કરાયું

અમદાવદમાં 8 કેસ, સુરતમાં 7 કેસ, વડોદરા - નર્મદા માં 4 - 4 કેસ, સુરેન્રનગર - જુનાગઢ - રાજકોટ માં 2-2 કેસ, આણાંદ - ભાવનગર - દાહોદ - ગાાંધીનગર - જામનગર અને સાબરકાાંઠામાં 1-1 કેસ નોંધાયો : હાલ રાજ્યમાં ૩૪૫ એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે. આજે નવા ૩૬ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 61 દર્દીઓ રિકવર થયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે, તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે. સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૨૨૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં આજે પણ કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યનો કુલ મૃત્યુઆંક 10076 છે અને રાજ્યમાં રિકવરી રેટ ૯૮.૭૪ ટકા થયો છે.

રાજ્યમાં રસીકરણ વેગવાન બનાવાયું છે. આજે ૩,૫૫,૯૫૩ લોકોનું રસીકરણ કરાયું છે અને આ સાથે રાજ્યમાં કુલ ૩,૧૦,૧૧,૫૨૫ વ્યક્તિને રસીકરણ સંપન્ન થયું છે.

રાજ્યમાં હાલ ૩૪૫ એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને ૩૪૦  લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૨૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 36 કેસમાં અમદાવદમાં 8 કેસ, સુરતમાં 7 કેસ, વડોદરા - નર્મદા માં 4 - 4 કેસ, સુરેન્રનગર - જુનાગઢ - રાજકોટ માં 2-2 કેસ, આણાંદ - ભાવનગર - દાહોદ - ગાાંધીનગર - જામનગર અને સાબરકાાંઠામાં 1-1 કેસ નોંધાયો છે.

(8:17 pm IST)