Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે બંગલામાં રંગરેલીયા માનવતા યુવકને સોસાયટીના રહીશોએ રંગેહાથ ઝડપ્યો : પોલીસ હવાલે કર્યો

કિશોરીએ માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઈ : પોલીસે હાલ યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

સુરત: શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે યુવક બંગલામાં રંગરેલિયા મનાવતો રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ અંગે સોસાયટીના રહીશોએ યુવકને પોલીસના હવાલે કર્યો હતો અને તમામ હકીકત તેના માતા પિતાને કરવામાં આવી હતી. પોલીસે હાલ યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ યુવક બંગલામાં જ સુથારીકામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી આ યુવક શાળામાં અભ્યાસ કરતી એક કિશોરીને લઈને અહીંયા આવતો હતો અને કલાકો બાદ તેઓ બન્ને સાથે બહાર નિકળતા હતી. જેથી આ અંગે સોસાયટીઓના રહીશોને શંકા જતા તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરાઈ હતી.

કિશોરીને વારંવાર પૂછતાં તેણે કોઈપણ હકીકત જણાવી ન હતી. જોકે યુવક પોલીસ આવતાં જ ગભરાઈ ગયો હતો અને પોતાની ને કિશોરીની ઓળખ આપી માફ કરી દેવા વિનંતી કરતો હતો. જોકે પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ હતી અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઇ હતી.

ReplyReply to allForward

(9:32 pm IST)