Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ યુગ એ રાજપીપળા ટાઉનહોલ ખાતે જિલ્લા કારોબારી ને સંબોધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ નર્મદા જિલ્લાના મહેમાન બન્યા ત્યારે તેમણે રાજપીપળા ટાઉનહોલ ખાતે જિલ્લા કારોબારી માં પોતાના વિચારો રજૂ કર્યા અને જણાવ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા ભારતભરમાં ચાલી રહેલા ગરીબ કલ્યાણ લક્ષી યોજનાઓ વિશે તેમને કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે મોદી યુગ પુરુષ છે કે જેમને ગરીબોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ આપી ભારતમાં નવા પ્રાણ પૂરવાનું કાર્ય કર્યું છે.કોરોનાના કપરા કાળની શરૂઆત માં ભારતના માસ્ક કે પીપીઇ કીટ વિશે ભારતમાં ઉત્પાદન વિશે કોઈ જાણતું ન હતું પરંતુ મોદીએ આજે કોરોનાની સામે લડવા માટે તમામ સાધનોનું ઉત્પાદન કરી ભારતને આત્મનિર્ભર બનાવ્યો છે. વડા પ્રધાન મોદીના હાથ વધુ મજબૂત કરવા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગએ નર્મદા જિલ્લાના કાર્યકરોને હાકલ કરી તમામ બેઠકો ભાજપને જીતાડવા હાકલ કરી હતી તેમની સાથે ગુજરાતના યશસ્વી પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ જી વાઘેલા પણ જોડાયા હતાં અને જીલ્લાના કાર્યકર્તાઓને માર્ગ દર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લાના તેમના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.તેમ મીડિયા કન્વીનર રાજેશભાઇ ચૌહાણે જણાવ્યું હતું.

(10:20 pm IST)