Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વડોદરાના અલગ અલગ 42 સ્થળોએ 'દીનદયાળ ઔષધાલયો'નો પ્રારંભ થશે

સ્લમ એરિયાના શ્રમિકો-શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર-સેવા મળી રહેશે

વડોદરાના અલગ અલગ 42 સ્થળોએ તા.25થી 'દીનદયાળ ઔષધાલયો'નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરિણામે હવે સ્લમ એરિયાના શ્રમિકો-શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર-સેવા મળી રહેશે.

પ્રધાનમંત્રીના જન્મદિવસે મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા, તાલુકા, નગર-મહાનગર કક્ષાએ 400 જેટલા કાર્યક્રમોના આયોજનથી ઉજ્વલા 2.0 યોજનામાં વિનામૂલ્યે ગેસ કનેક્શન, નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય તથા ગ્રામીણ સ્વચ્છતા-સફાઈના વ્યાપક કામો અને શહેરી સ્લમ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઔષધાલયનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં રાજ્યના 03 મહાનગરોના સ્લમ વિસ્તારોમાં 3 હજારથી વધુ વસ્તીએ પોતાના ઘર-આંગણે સ્લમ એરિયા નજીક જ આરોગ્ય સુવિધા મળી રહે તે માટે દીનદયાળ ઔષધાલય શરૂ કરવાનું આયોજન સરકાર દ્વારા હાથ ધરાયું છે. ક્યારે વડોદરામાં 25મી સપ્ટેમ્બરથી દીનદયાળ ઔષધાલય શરૂ કરાશે. દરરોજ સાંજે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી આ ઔષધાલયો દ્વારા સ્લમ એરિયાના શ્રમિકો-શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર-સેવા મળતી થશે. વડોદરામાં 42 સ્થળો પર દીનદયાળ ઔષધાલય કાર્યરત કરવા પાલિકાએ કમર કસી છે.

(9:12 am IST)