Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

માર્ગ મકાન મંત્રીની અકિલા સાથે વાતચીત : લોકો વોટસઅપથી ફરિયાદ મોકલે

તા. ૧ થી માર્ગો પરના ખાડા પૂરવા રાજ્યવ્યાપી ઝુંબેશ : પૂર્ણેશ મોદી

માર્ગ મરામતની જરૂર હોય તેની માહિતી વોટસઅપ દ્વારા મો. નં. ૯૯૭૮૪ ૦૩૬૬૯ ઉપર મોકલો : દરેક ઇજનેરને ૧૦૦-૧૦૦ કિ.મી.ની જવાબદારી

રાજકોટ,તા. ૨૩: રાજ્ય સરકારે ચોમાસાના કારણે બિસ્માર થઇ ગયેલા માર્ગોની સુધારણા કરવા માર્ગ મરામત મહાઅભિયાન આદરવાનું નક્કી કર્યું છે.

માર્ગ મકાન વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશ મોદીએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે વિભાગ પાસે ૧ હજાર જેટલા ઇજનેરો છે. પંચાયત, સ્ટેટ, નેશનલ વગેરે સહિત ૧ લાખ કિ.મી. જેટલા રોડ થાય છે. દરેક ઇજનરેને સરેરાશ ૧૦૦-૧૦૦ કિ.મી. માર્ગની તપાસ કરવા સુચના અપાયેલ છે. તા. ૧ થી ૧૦ ઓકટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન શરૂ થશે. તે વખતે વરસાદી વાતાવરણ નહિ હોય તો પાકા થીગડા લગાવાશે. નહિતર માટીથી ખાડા પુરાશે.

લોકો મો. નં. ૯૯૭૮૪ ૦૩૬૬૯ ઉપર વોટસઅપ દ્વારા મરામતની જરૂરિયાત વાળા રસ્તાની માહિતી મોકલી શકે છે. જેમાં પોતાનું નામ અને સબંધિત સ્થળની પુરી માહિતી આપવી. હાલ ખરાબ રસ્તા માટે સર્વે શરૂ થઇ ગયો છે.

(10:37 am IST)