Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

દક્ષિણ ગુજરાત પંથકમાં ૧ થી ૫ ઈંચ, ઉત્તર ગુજરાતમાં ૪ ઈંચ સુધી, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ઝરમરથી ૨ ઈંચ સુધીનો વરસાદ

રાજયના ૩૧ જિલ્લાના ૧૩૫ તાલુકાઓમાં વરસાદઃ ઉકાઈ ડેમની જળસપાટી ૩૪૨ ફૂટ નજીકઃ દમણગંગાના મધુબન ડેમના ૩ દરવાજા ખોલાયા

(જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી),તા.૨૩: ચોમાસાની  આ સીઝનમાં શ્રીજીના વિસર્જન બાદ પણ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં જણાતા નથી..રાજ્યમાં સરેરાશ  વરસાદની ઘટ પુરી કરવા મેઘરાજા કેટલાય વિસ્તારો માં માહેર વરસાવી રહ્યા છે.

આ વર્ષે મેઘરાજા સતત વરસવાને બદલે વિરામ ઉપર વધુ જણાયા  છે આજે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સવારે ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ  કુલ વરસાદ આશરે ૮૦ ટકા જેટલો નોંધાયો છે એટલે કે હજુ પણ વરસાદ ની ૨૦ ટકા ઘટ જણાય રહી છે જોકે આ પાછોતરા વરસાદ ને પગલે બંધો  અને જળાશયોની જળસપાટીઓ માં સતત વધારો નોંધાય રહ્યો છે.

    દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે સતત વધીને ૩૪૧.૯૩ ફૂટે પોહોંચી છે ડેમમાં ૫૩,૪૮૪ ક્યુસેક પાણીના ફાળો સામે ૧૧૦૦ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેમ ની આજે રૂલ લેવલ સપાટી ૩૪૫ ફૂટ છે આ ઉપરાંત દમણગંગાના મધુબન બંધની જળસપાટી આજે સવારે ૧૦ કલાકે ૭૯.૦૦ મીટરે પોહોંચી છે ડેમમાં ૨૨,૨૪૮ ક્યુસેક પાણીના ઇનફ્લો  સામે ૧૭,૩૧૪ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમના ૩ દરવાજા ૧ મિટર હજુ પણ ખુલ્લા રખાયા છે. 

   ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે  આંકડાને જોઈએ તો  કપરાડા ૧૧૯ મિમિ,નવસારી ૧૧૧ મિમિ,બેચરાજી ૧૦૧ મિમિ, ગણદેવી ૮૭ મિમિ,ધરમપુર ૭૮ મિમિ, મહેસાણા અને ચીખલી ૭૦-૭૦ મિમિ,પલસાણા ૬૫ મિમિ અને જલાલપોર ૫૨ મિમિ વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત માંડલ ૪૯ મિમિ,ખેરગામ ૪૭ મિમિ,દાહોદ ૪૬ મિમિ, ગરબડા ૪૫ મિમિ,ડોલવણ ૪૪ મિમિ,વિજયનગર ૪૦ મિમિ,મહુવા ૩૭ મિમિ,લીમખેડા,સાગબારા અને ઓલપાડ ૩૪-૩૪ મિમિ,રાપર ૩૨ મિમિ,ઉચ્છલ અને માંડવી ૩૧-૩૧ મિમિ,સરસ્વતી ૩૦ મિમિ,પારડી ૨૫ મિમિ,ઇડર અને મહુધા ૨૭-૨૭ મિમિ,પોસીના, નડિયાદ,વાલોડ અને સુબીર ૨૬-૨૬ મિમિ તથા કામરેજ ૨૫ મિમિ વરસાદ નોંધાયેલ છે. તેમજ રાજ્યના અન્ય ૧૦૨ તાલુકાઓમાં ઝરમર થી ૨૪ મિમિ સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે.

(3:29 pm IST)