Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમદાવાદમાં રાજ્‍ય સરકાર ગરબાની છૂટ આપશે તો પણ રાજપથ અને કર્ણાવતી ક્‍લબમાં નવરાત્રી મહોત્‍સવની રમઝટ નહીં બોલે

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગની ક્‍લબોમાં ગરબા ન યોજવા નિર્ણય

અમદાવાદ: અમદાવાદમાં ગરબા રસીકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબમાં નવરાત્રિ નહી યોજાય. સરકાર છૂટ આપે તો પણ નવરાત્રિ નહી યોજે. મહામારીને લઇને આયોજકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારની માત્ર 400 લોકોની પરવાનગીની ગાઇડલાઇન નડી હતી. મોટાભાગની ક્લબમાં નવરાત્રિ નહી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતીઓના પ્રિય એવા ગરબા ઉત્સવ પર ગયા વર્ષે કોરોના મહામારીને કારણે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કે આ વર્ષે ગરબા થશે કે નહીં. જો કે, ગુજરાત સહિત દેશના કરોડો ગરબા પ્રેમીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આયોજકોએ મોટા ભાગની ક્લબમાં ગરબા ના યોજવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે વર્ષ 2020 માં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. દરમિયાન માહિતી બહાર આવી રહી છે કે સતત બીજા વર્ષે પણ ગુજરાતના લોકોને ગરબા રમવાની તક નહીં મળે. મોટા આયોજકો ગરબાનું આયોજન કરતા ડરે છે. ભીડને કારણે કોરોના રોગચાળો ઝડપથી વધવાની શક્યતા હોય છે.

(5:07 pm IST)